મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ


SHARE











મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ

મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વર જંગલ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા માટે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી જે અંતર્ગત જડેશ્વર જંગલ વિસ્તારમાં નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીયો માટે 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં કીડિયારુંભરીને જંગલના વિવિધ સ્થળોએ મુકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવને પણ સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે છે. તે ઉપરાંત, પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વૃક્ષો પર કૂંડા લટકાવી દાણા નાખીને તેમને નિરંતર ખોરાક મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ પહેલ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. બંને સંસ્થાઓના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આવી માનવતાભરી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.






Latest News