મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ


SHARE











મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ

હળવદ બાજુથી કારમાં દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ વાહન આવી રહ્યું છે તેવી ચોક્કસ હકીકત તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જૂના ઘૂટું રોડે આડસ ઊભી કરીને વોચ રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 1776 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, બે મોબાઈલ ફોન અને કાર આમ કુલ મળીને 11,78,200 ની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂ આપનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારની અંદર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવામાં હળવદ બાજુથી દારૂનો જથ્થો ભરીને જુના ઘૂટું રોડ ઉપર થઈને મોરબીમાં કાર આવી રહી છે તેવી ચોક્કસ હકીકત તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબની કાર નંબર જીજે 3 એમબી 5847 પસાર થઈ રહી હતી જેને જુના સ્મશાન પાસે આડસ ઉભી રાખીને રોકવામાં આવી હતી અને કારમાં બેઠેલા શખ્સને નીચે ઉતારીને કારને ચેક કરવામાં આવતા કારની સીટ અને ડેકી ઉપરથી કુલ મળીને દારૂની નાની 1776 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,13,200 ની કિંમતનો દારૂ તથા 65,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 11,78,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા રહે. ન્યુ સાગર સોસાયટી શેરી નં-8 કોઠારીયા મેન રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપર દરમિયાન માલ મંગાવનાર તરીકે સિરાજભાઈ રજાકભાઈ લીંગડીયા રહે. કોઠારીયા રિંગ રોડ ગાંધી સોસાયટી શેરી નં- 2 રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે તથા માલ આપનાર અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેઓને ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News