મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા


SHARE











મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા

સમગ્ર વિશ્વમાં અરાજકતા અને અશાંતિ છે જેથી માનવ મનનું સુખચેન અને શાંતિ હણાય ગઈ છે. ત્યારે વિશ્વભરમાં શાંતિ સ્થાપાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે મોરબીમાં ગુરુવારે સવારે વાગ્યે દશાશ્રીમાળી વાડી ખાતે વિશ્વ શાંતિ માટે વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન કર્યું હતું તે અંતર્ગત મોરબીમાં દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની નિશ્રામાં જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન આયોજિત નવકાર મહામંત્ર ભાષ્ય જાપમાં 500 થી વધારે ભાવિકોએ વિવિધ મુદ્રા સાથે મહામંત્રના ઉદઘોષથી વિશ્વશાંતિ અને કલ્યાણ ભાવનાથી ભક્તિ અને ઊર્જામય વાતાવરણમાં પ્રાર્થના કરી હતી અને એક કલાક જાપ કર્યા હતા આ તકે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહ, મિહિરભાઈ દોશી, સાગરભાઇ શેઠ, બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા સહિતની ટિમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને નવકારશીનો લાભ મનસુખલાલ નવલચંદ દોશી પરિવારે લીધો હતો. અન્ય દાતાઓ તરફથી પ્રભાવના અને મિષ્ટપ્રસાદ (ભાતું) આપવામાં આવી હતી.






Latest News