મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ મોરબી જિલ્લામાં પરવાનેદારોએ ૧૫મી એપ્રિલ સુધીમાં હથિયારો જમા કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પરવાનેદારોએ ૧૫મી એપ્રિલ સુધીમાં હથિયારો જમા કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ


SHARE











મોરબી જિલ્લામાં પરવાનેદારોએ ૧૫મી એપ્રિલ સુધીમાં હથિયારો જમા કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પરવાનેદારોએ હથિયાર જમા કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 

જિલ્લા રિકનીંગ કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ, મોરબી જિલ્લાના જે આત્મરક્ષણ કે પાકરક્ષણના પરવાનેદારોને વ્યક્તિગત રીતે નોટિસ આપવામાં આવી છે, તે તમામ પરવાનેદારોએ પોતાના હથિયારો તા.૧૫/૦૪ સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેની પહોંચ મેળવી લેવાની રહેશે. આ હુકમ અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવી મોરબીમાં રહેતા પરવાનેદારોને પણ સમાન રીતે લાગુ પડશે. આ જાહેરનામામાં કેટલીક શ્રેણીના વ્યક્તિઓ અને સંસ્થાઓને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ, તમામ મેજિસ્ટ્રેટઓ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઈઝ, પોર્ટ, રેલવે અને સંરક્ષણ દળોના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓ જેવી કે બેંકો અને કોર્પોરેશનના નામે ધરાવતા હથિયારો તેમજ માન્યતા પ્રાપ્ત સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ બેંકો, એ.ટી.એમ. અથવા કરન્સી ચેસ્ટની હેરફેર સાથે જોડાયેલા છે તેમને મુક્તિ અપાઈ છે અને તા. ૩૦/૦૪ પછી ૭ દિવસમાં પોલીસ સ્ટેશન દ્વારા આ હથિયારો પરત સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી અન્વયે જિલ્લામાં હથિયારબંધી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. અને આગામી તા. ૨૬/૦૪ ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪ ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર, સમગ્ર મોરબી જિલ્લાના આત્મરક્ષણ કે પાકરક્ષણના પરવાનેદારોએ તેમના હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળે હથિયાર સાથે હેરફેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ જાહેરનામામાંથી સરકારી ફરજ પરના અધિકારી અને કર્મચારીઓ તેમજ નાણાકીય લેવડ દેવડ કરતી સંસ્થાના સ્ટાફને મુક્તિ આપવામાં આવી છે. 






Latest News