મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મલ્લિકાર્જુન ખડગે હાય હાય, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે: મોરબી જિલ્લા ભાજપ


SHARE







મલ્લિકાર્જુન ખડગે હાય હાય, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે: મોરબી જિલ્લા ભાજપ

રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને કેરળની ચૂંટણી સભામાં અભણ ગણાવ્યા હતા જે નિવેદનને લઈને ભાજપ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યાર મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભક્તિનગર સર્કલ પાસે વિરોધમાં ધારણા પ્રદર્શન કરીને મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને સૂત્રચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે તેવી માંગ કરી છે.

તાજેતરમાં કેરળ ખાતે યોજાયેલ ચૂંટણી સભામાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા અને આ બાબતને લઈને ઠેર ઠેર કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં મંગળવારે સાંજે 7:00 વાગ્યે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ધારણા પ્રદર્શન અને વિરોધના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ, રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, નયનભાઈ કવર, નીતેશભાઇ બાવરવા, નિલેશભાઈ પટેલ, સુરેશભાઈ શિરોહીયા, નિર્મળાબેન હડિયલ, મમતાબેન સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતીઓ માટે જે નિવેદન કરવામાં આવ્યું છે તેને સખ્ત શબ્દોમાં ભાજપના આગેવાનો દ્વારા વખોડી કાઢીને ગુજરાત વિરોધી કોંગ્રેસ હાય હાય, મલ્લિકાર્જુન ખડગે હાય હાય વિગેરે જેવા સૂત્રોચાર પણ કર્યા હતા વધુમાં જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ કહ્યું હતું કે, “કોંગ્રેસની હર હંમેશ ગુજરાત વિરોધી માસિકતા રહી છે અને હાલમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ દ્વારા ગુજરાતીઓની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News