મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો


SHARE











જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો

જામનગરના જોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી એ ડિવિઝન પોલીસની ટીમે ઝડપી લીધે છે. અને આ અંગેની જોડિયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટિમને મળેલી બાતમી આધારે જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (22) રહે. શકતશનાળા લાયન્સનગર જી.ઈ.બી ઓફીસની સામે મોરબી વાળો ભકિતનગર સર્કલ પાસેથી મળી આવ્યો હતો જેથી પોલીસે તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી કરી હતી અને જોડીયા પોલીસ સ્ટેશનમાં આરોપી પકડાયેલ હોવાની જાણ કરવામાં આવેલ છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા ચિરાગભાઈ વિનોદભાઈ પંડ્યા (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લીધું

મોરબીના રોહીદાસપરા નજીક આવેલ આંબેડકર કોલોનીમાં રહેતા પલવીબેન રોહિતભાઈ મકવાણા (32) નામના મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સતિષભાઈ દ્વારા કરવામાં આવી હતી






Latest News