મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ


SHARE







વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ

વાંકાનેરના સતાપર ગામની સીમમાં રામાપીરની ટેકરી પાસે સરકારી ખરાબાના સર્વે નંબર 111 પૈકી 12 ની જમીનમાં ગેરકાયદેસર બોર કરીને ત્યાં જીલેટિન સ્ટીક મૂકીને બ્લાસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 475 જીલેટીંગ સ્ટીક તેમજ 98 બોર પૈકીના 23 બોરની અંદર એક્સપ્લોઝિવનો સામાન મૂકવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે પહેલા જ પોલીસે જીલેટીન સ્ટીકો, બોલેરો ગાડી, ઇલેક્ટ્રીક ડીટોનેટેર, વાયર વિગેરે મળીને 3,18,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 12 શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિનામ કરેલ છે.

વાંકાનેરના સતાપર ગામની અદેપર તરફ ગામ જતા રસ્તા ઉપર આવેલ શક્તિધાર દળદળિયા હોકળા પાસે આવેલ રામાપીરની ટેકરી નજીક સર્વે નંબર 111 પૈકી 12 ની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરવામાં આવતા હોવાની હકીકત મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપી રમેશભાઈ ગોરધનભાઈ ખોજીરજી (45) રહે. આજી વસાહત ખોડીયારનગર શેરી નં- 33 રાજકોટ વાળા પાસેથી 475 જીલેટીન સ્ટીક મળી આવી હતી જેથી પોલીસે 1,05,450 ની કિંમતની જીલેટિન સ્ટીકો કબજે કરી હતી તેમજ સરકારી ખરાબની જગ્યામાં આરોપી સામતભાઈના કહેવાથી 98 જેટલા બોર કરીને તે પૈકી 23 બોરમાં ચોથાભાઈ ગોરીયા અને બોલેરો ગાડી નંબર જીજે 3 વાય 9933 ના ચાલક દ્વારા ગાડીમાં એક્સપ્લોઝિવનો સામાન લાવીને ઈલેક્ટ્રીક ડીટોનેટેર સાથે બાંધી બોરમાં આશરે 255 કિલો જેટલો એક્સપ્લોઝિવ પદાર્થ પ્લાન્ટ કર્યો હતો અને રાહદારી, માલધારીઓ તેમજ અબોલજીવ માટે જીવનું જોખમ ઊભું થાય તેમ છે તેવું જાણવા છતાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર સરકારી ખરાબમાં બેદરકારી રાખીને બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા હતા. જેથી પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી 475 જીલેટીન સ્ટીક, ઈલેક્ટ્રીક ડીટોનેટેર, વાયરમ પાવડા, મોબાઈલ ફોન, બોલેરો ગાડી વગેરે મળીને 3,18,750 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ગોરધનભાઈ ખોજીરજી રહે રાજકોટ, ચોથાભાઈ વાલાભાઈ ગોરીયા રહે. સતાપર, સામાભાઈ રહે. સતાપર, શોર્ટ ફાયર અજાણ્યો માણસ, બોલેરો ગાડીનો ચાલક તથા અજાણ્યા સાત માણસ આમ કુલ મળીને 12 શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બાઈકની ચોરી

વાંકાનેરના કોઠી ગામે રહેતા જફરૂદ્દીનભાઈ અલીભાઇ શેરસીયા (35)એ પોતાનું બાઈક નંબર જીજે 3 એફએલ 1359 વાંકાનેર તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News