મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ


SHARE











મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ

મોરબીના જેલ રોડ નજીક આવેલ વિસ્તારમાં રહેતા પરિવારનો યુવાન ઘરેથી નાઈટ શિફ્ટમાં કામે જતો હોય "કામે જાઉં છું." તેમ કહીને નીકળ્યો હતો.બાદમાં ગુમ થયેલ હોય હાલ તેની માતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલમાં મોરબીના લીલાપર રોડ જેલ ચોકની સામે આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા ગૌરીબેન પ્રાગજીભાઈ પરમાર નામના મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત કરી હતી કે, તેમનો દિકરો તુલસીભાઈ પ્રાગજીભાઈ પરમાર (૨૯) રહે.વણકરવાસ મોરબી ગત તા.૨૬-૩ ના રોજ સાંજના સમયે રાબેતા મુજબ ઘરેથી નાઈટ શિફ્ટમાં કામે જતો હોય કામે જવું છું.તેમ કહીને નીકળ્યો હતો.જો કે બાદમાં તે ઘરે પરત ફર્યો ન હતો.ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તુલસીભાઈ પરમારનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.જેથી હાલ ગૌરીબેને પોલીસને જાણ કરેલ હોય પોલીસ દ્વારા ગુમનોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ વી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.

વ્યાજ વટાવમાં ધમકી દેતા ફીનાઇલ પી લીધું

મોરબીના સામાકાંઠે ભડીયાદ વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ દેવજીભાઈ કડિવાર વાણંદ નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘર નજીક ફિનાઈલ પી લીધું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વ્યાજ વટાવ સંદર્ભે કોઈ દ્વારા તેને ધાક ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ગભરાઈ જઈને તેણે ફિનાઈલ પી લીધું હોય સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નાગડાવાસ ગામે રહેતા કિશનભાઇ રાઘવજીભાઈ રાઠોડ નામના ૨૮ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.તેના ભાઈને માર મારવામાં આવી રહ્યો હોય છોડાવવા માટે વચ્ચે પડતા તેને માર પડ્યો હતો તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માત

હળવદના વેગડવાવ ગામે રહેતા નવીનભાઈ ચંદુભાઈ નાયક (૩૬) અને નરેશ સિયાભાઇ નાયક (૪૫) નામના બે યુવાનોને બાઈક લઈને જતા સમયે હળવદના દીઘડીયા ગામ નજીક અકસ્માત બનાવમાં ઇજાઓ થયેલ હોય બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વિરજીભાઈ વાલજીભાઈ ચાવડા (૩૦) નામનો યુવાન રાજકોટ હાઇવે ઉપર આવેલ મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમ પાસે કામ કરતો હતો ત્યારે કામ દરમિયાન ત્યાં તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા દાજી ગયો હતો.જેથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે માળિયા મિંયાણા ખાતે રહેતા મોહમ્મદભાઈ જખરાભાઈ કાજેડીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધે કોઈ કારણોસર તા.૨૪-૩ ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં દવા પી લીધી હતી.જેથી માળિયા પીએચસી ખાતે સારવાર કરવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News