ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો


SHARE











મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૪-૨૬ શનીવારના  રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૫૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૩૧ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

આ માસનો કેમ્પ સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયો હતો.આ તકે ગં.સ્વ.સુનિતાબેન રમણીકભાઈ પોપટ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ-રીધ્ધી ફટાકડા (ચેરમેન-મોરબી નાગરિક બેંક), મેઘનાબેન દીપકભાઈ પોપટ, ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), હસુભાઈ હીરાણી (નોવેલ્ટી ફટાકડા), કીશોરભાઈ હીરાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), નરેન્દ્રભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, ભરતભાઈ પોપટ, યોગેશભાઈ કોટક, રવીભાઈ કોટેચા, રીશીભાઈ હીરાણી, પ્રકાશભાઈ મીરાણી, પેરિનબેન પોપટ સહીતનાં પોપટ પરિવાર તથા હીરાણી પરિવારના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૫૪ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૫૨૩૬ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૬૯૭૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૫૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૩૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર,સી.ડી.રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કિશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડે સેવા આપી હતી.






Latest News