એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો


SHARE











મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો

મોરબીમા નિર્માણ પામનાર મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવન માટે મોરબીના રાજવી પરિવાર દ્વારા બે એકર જમીન આપવામાં આવેલ છે જેથી કરીને સમાજ ભવનના ટ્રસ્ટીઓ દંપતિમાં મોરબીના ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને ત્યાં મોરબીના મહારાજા કુમારી મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપા નું સન્માન કરીને તેઓનો તેમજ મોરબીના રાજવી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મોરબીમાં રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કરવા માટેનું કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું હતું દરમિયાન મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં રાજપૂત સમાજનું ભવન બને તે માટે થઈને બે એકર જેટલી જમીન સમાજને આપવામાં આવેલ છે જેથી કરીને મોરબીમા નિર્માણ પામનાર મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવન-મોરબી ના ટ્રસ્ટીઓ દશરથસિંહ યુ. ઝાલા, મહાવીરસિંહ એન. ઝાલા, આર.એન. ઝાલા, મહેન્દ્રસિંહ ડી. ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નરવીરસિંહ વી. ઝાલા, કિશોરસિંહ વી. ઝાલા અને છત્રસિંહ જે. જાડેજા દંપતીમાં મોરબીમાં આવેલ ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા મોરબીના મહારાજા કુમારી મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપા નું સન્માન કરીને સમાજ ભવન બનાવવા માટે થઈને મોરબીના રાજવી પરિવાર દ્વારા જે જમીન આપવામાં આવેલ છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં રાજપૂત સમાજ ભવન બને તે માટે થઈને જે જમીનની ફાળવણી કરવામાં આવી છે તે જમીનની આજની તારીખે બજાર કિંમત મુજબ 17 કરોડ જેટલી રકમ થાય છે અને આટલી મોટી કિંમતી જમીન સમાજ ભવન માટે ફાળવવા બદલ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તેઓના ધર્મપત્ની સાથે મોરબીના ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને મોરબીના મહારાજા કુમારીઓનો આભાર વ્યક્ત કરીને સન્માન કર્યું હતું આ તકે ટ્રસ્ટીઓ ઉપરાંત જયુભા જાડેજા, મનહરસિંહ જાડેજા, વિજયભાઈ શાહ અને લક્ષ્મણભાઈ બારોટ સહિતના પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News