એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા પાસે કારખાનાના શ્રમિક યુવાને જીવન ટુકાવ્યું


SHARE











મોરબીના બરવાળા પાસે કારખાનાના શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના બરવાળા ગામ પાસે આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર કારખાનામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના નવલખી રોડ પર આવેલ બરવાળા ગામ નજીક આવેલ રોયલ પોલીપ્લાસ્ટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રણજિત રાજનાથ પાસવાન (37) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી. મારુણીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો વસીમભાઈ હનીફભાઈ અજમેરી (17) નામનો તરુણ માળિયા ફાટક બ્રિજ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ તરુણને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ વિકાસપાર્ક અક્ષર હાઈટ ફ્લેટ નંબર 402 માં રહેતા નમ્રતાબેન મનીષભાઈ રાવત (43) નામના મહિલા કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે ઊંઘની ગોળીનો ઓવરડોઝ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News