એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે પોતાના જ ઘરમાં વૃદ્ધે જીવન ટુકાવ્યું


SHARE











ટંકારાના વીરપર ગામે પોતાના જ ઘરમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારાના વીરપર ગામે રહેતા વૃદ્ધે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા હરજીભાઈ કુંવરજીભાઈ લીખીયા (85)એ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સુરેશભાઈ લીખિયા (55) રહે. વીરપર ગામ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

અકસ્માતમાં ઇજા

મૂળી તાલુકાના વીરપર ગામે રહેતા પ્રભુભાઈ પ્રેમાભાઈ સોરીયા (55) નામના આધેડ મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી 

યુવાને મારમાર્યો

માળિયા વનાળીયા સોસાયટીની પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ હરેશભાઈ અંબાલીયા (35) નામના યુવાનને ભડીયાદ કાંટે જવાહર સોસાયટીમાં બેટ વડે માથાના ભાગે અને પીઠના ભાગે માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News