વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં 20 થી 40 ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે બરણી-ઢીકાપાટુનો મારમાર્યો


SHARE











મોરબીમાં 20 થી 40 ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને યુવાન પાસે પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે બરણી-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામે ઇન્દિરાનગર પાસે આવેલ ગાયત્રીનગરમાં હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા યુવાને તથા તેના ભાઈ તેમજ પિતાએ અલગ અલગ સમયે બે વ્યક્તિઓ પાસેથી 20 થી લઈને 40 ટકા સુધીના માસિક વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધેલા હતા તેના કરતા વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પણ બળજબરીથી ઉઘરાણી કરવા માટે યુવાનને શરીરે બરણી મારીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના ઇન્દિરાનગર પાસે આવેલ ગાયત્રીનગરમાં રહેતા મુકેશભાઈ જેન્તીભાઈ ચૌહાણ (26) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ ભરતભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી રહે. બંને તક્ષશિલા સ્કૂલ પાસે મહેન્દ્રનગર મોરબી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને તેના પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેણે વર્ષ 2022 માં કાનાભાઈ ગઢવી પાસેથી 40 ટકાના માસિક વ્યાજે 90,000 રૂપિયા લીધેલા હતા.તેમજ ફરિયાદીના પિતાએ કાનાભાઈ ગઢવી પાસેથી 20 ટકાના માસિક વ્યાજે બે લાખ રૂપિયા લીધેલા હતા તથા ફરિયાદીના ભાઈ રાહુલભાઈએ આરોપી જીગ્નેશભાઈ ગઢવી પાસેથી 20 ટકાના માસિક વ્યાજ લેખે 2.40 લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે ફરિયાદી તથા સાહેદોએ અત્યાર સુધીમાં મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધું છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા બળજબરીથી વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને કાનાભાઈ ગઢવીએ ફરિયાદીને શરીરે બરણી મારી હતી ત્યાર બાદ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News