વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન 


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન 

આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય વુમન્સ-ડે ના દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.  મોરબી શહેરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં ઉડીને આંખે વળગે તેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને લોકોને મદદરૂપ થતી સેવાકીય સંસ્થાઓ તેમજ અગ્રણી મહિલા વિશેષનું સન્માન સમારોહનું આયોજન મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન લાયન્સ ક્લબના ઈમીડીયેટ પાસ્ટ નેશનલ ચેર પર્સન સ્વ.આશાબેન પંડ્યાને સ્મરણાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું.

વિશ્વ મહિલા દિવસની ઉજવણી નારી શક્તિનું સન્માન કરીને કરવામાં આવે છે.તે હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સંસ્થાઓ જેમકે પાટીદાર વુમન્સ પાવર ગૃપ, યંગ ઇન્ડિયા ગ્રુપ, ફ્રેન્ડ્સ ક્લબ, યુવા શક્તિ ફાઉન્ડેશન, મુસ્કાન વેલ્ફેર સોસાયટી, રઘુવંશી મહિલા મંડળ, રાજપુત મહિલા સંગઠન, અનસ્ટોપેબલ વોરિયર, ગીતાબેન સાંચલા, અઘારા કંચનબેન લલીતભાઈ, રમાબેન ગડારા, બ્રહ્માકુમારી ઉષા દીદી, પટેલ તસ્લીમબેન, દુર્ગાબેન નરેન્દ્રભાઈ કૈલા, કાજલબેન બોડા, તરુણાબેન, ઉમાબેન સોમૈયા, શારદાબેન આદ્રોજા, જ્યોત્સનાબેન ઘોડાસરા, હીનાબેન પરમાર, સોનલબેન શાહ, શોભનાબા ઝાલા, સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, મયુરીબેન કોટેચા, પ્રીતિબેન દેસાઈ, ડો.હસ્તીબેન મહેતા, ડો.વનીતાબેન રાઠોડ આ તમામનું શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ તેમના દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપમાં સતત ત્રણ ટર્મથી ઉપપ્રમુખ તરીકે વરાયેલા કાજલબેન ચંડીભમરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી શહેરના ૨૦ થી વધુ અતિથિ વિશેષ મહિલાઓએ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી.આ ઉપરાંત સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ સંસ્થાના તમામ બહેનોનું શીલ્ડ આપીને સન્માન કરી શક્તિને બિરદાવી હતી.તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, પ્રીતિબેન દેસાઈ, કામિનીબેનસિંગ, ચંદાબેન કાબરા, ઉમાબેન સોમૈયા, આશાબેન ભાલોડીયા, સોનુબેન કોટક, દિવ્યાબેન છગ, શોભનાબા ઝાલા,  નિમિષાબેન ખન્ના, શોભનાબેન કણસાગરા તેમજ મયુરીબેન કોટેચાનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં એનકરિંગ કોમલબેન આચાર્ય તેમજ નિમિષાબેન ખન્ના દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ કરી હતી.






Latest News