મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા


SHARE







મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા

મોરબીમા પ્રોપેન ગેસની અછતના કારણે હાલમાં કેટલાક સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે તેવા સમયે મોરબી સિરામિક એસો.ના આગેવાનો ટંકારાના ધારાસભ્યને સાથે રાખીને ગાંધીનગર ખાતે સચિવાલયમાં પહોંચ્યા હતા અને ત્યાં મુખ્યમંત્રી તથા ઊર્જા મંત્રી સાથે તેઓએ રૂબરૂ મુલાકાત કરી હતી આ તકે મુખ્યમંત્રી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને હાલમાં પડી રહેલી મુશ્કેલીમાં સરકાર કઈ રીતે લાભ આપી શકે તે બાબતની વિસ્તૃત ચર્ચા કરી હતી.

ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય દુલ્લભજીભાઇ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી હતી. જેમાં હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હિસાબે  ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટમાં સિરામિક ઉદ્યોગમાં જે તકલીફ ઉભી થઇ છે તે બાબતમાં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. જેમાં સિરામિક ઉદ્યોગને કંઇ રીતે લાભ આપી શકાય તે બાબતે  મુખ્યમંત્રીએ વિસ્તૃત ચર્ચા  કરી હતી. હાલમાં યુધ્ધને લિધે સિરામિક ઉદ્યોગને પડતી તમામ મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી જે બદલ સિરામિક એસો.ના હોદ્દેદારોએ  મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સાથો સાથ રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ અને ગુજરાત ગેસના એમડી શ્રીમતી અવંતિકાસિંગને રુબરુ મળી ઉધોગના પ્રશ્નો અને ગેસના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી જેમાં પણ રાજ્ય સરકાર ઉધોગ સાથે રહીને વિકટ પરિસ્થિતિમાં ઉધોગના વિકાસ માટે હર હમેશા તૈયાર રહેશે. અને સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે  રાજ્ય સરકાર અગ્રેસર રહી યુધ્ધની પરિસ્થિતિમાં ઉધોગની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે જે બદલ રાજ્ય સરકારનો સિરામિક એસો.ના હોદ્દેદારો આભાર માને છે. આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, અજયભાઈ મારવાણીયા સંદીપભાઈ કૂંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ કુંડારીયા સુખદેવભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા




Latest News