મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત


SHARE







મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

વર્ષો પહેલા મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું હતું અને અહીંના લોકો માટે મણીમંદિર, ઝુલતો પુલ, બાગ બગીચા, એરપોર્ટ, રેલવે સહિતની અનેક સુવિધાઓ હતી જોકે આઝાદી પછી મોરબીનો વિકાસ થવો જોઈએ તેના બદલે રિવર્સ ગિયરમાં ગાડી ચાલતી હોય તે રીતે એક પછી એક સુવિધાઓ બંધ થતી જાય છે ત્યારે મોરબીમાં તૂટી ગયેલા ઝુલતા પુલને ફરી પાછો બાંધવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાe રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી ભલે કોપોરેશન બન્યું પણ મોરબી તેની ઈતિહાસિક ઓળખ સમાન જૂની ઘરોહરો ગુમાવતું જતું હોય તેવું થઇ રહ્યાનું મોરબીની જનતા કહી રહી છે. અને તે  સાચી વાત છે. મોરબી માટે આશીર્વાદરૂપ મહેન્દ્રસીહજી  હોસ્પિટલ કે જે બિલ્ડીંગ મોરબીના મહારાજા દ્વારા દાનમાં આપવામાં આવેલ હતું તેની આજે શું? સ્થિતિ છે.?

મોરબીમાં મણીમંદિર બંધ છે, જુલતો પુલ તૂટેલો છે, બગીચાઓ ગાયબ છે. જેને નવા કરવા માટે કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલુ છે. પરંતુ આમ છતાં તે પોતાની ઓરીજનલ સ્થિતિ મા આવશે કેમ? તે મોટો પ્રશ્ન છે મોરબીમાં ટાઉન હોલ પણ વાપરવા લાયકનાં હોય તેવા હાલ છે. મોરબીમાં મહેન્દ્ર ડ્રાઈવ તરીકે ઓળખાતા રોડની સ્થિતિ પણ ખરાબ છે. પુલમા ઠેરઠેર પીપળા તેમજ વડના ઝાડો ઉગેલા છે.જે કાપવાનો કોર્પોરેશન માટે સમય નથી?  કદાચ પુલને વધારે નુકશાન થાય  પછી કાઢવામાં આવે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું જણાય છે. આઝાદી પહેલા એરોડ્રામ હતું જેને વારંવાર યાદ કરવામાં આવે છે. પરંતુ કોઈ સંતોષ જનક પ્રગતિ થતી નથી અને લોકોને સુવિધા મળતી નથી. 

એક સમય મા ઘણી બધી ટ્રેઈનોની સુવિધા હતી પણ હાલમા સમખાવા પુરતી એકજ લાંબા અંતર ની ટ્રેઈન અઠવાડિયે એક દિવસ માટે મળી છે. આવું શા માટે ? મોરબીની એન્જીનીયરીંગ કોલેજના બિલ્ડીંગને પણ રીપેરીંગ કરવાની ફક્ત વાતો જ થાય છે. કામ ચાલુ થતું નથી. કોલેજમા નવા કોર્ષો ચાલુ કરવાની પણ વાતો જ થાય છે. અમલવારી નામે ઝીરો છે. તો મોરબી સાથે આવું શા માટે થાય છે.? મોરબીનું એક માત્ર નવલખી બંદર કોલસાની આવક થતા કોઈ બીજા કામ માટે રહ્યું નથી આમ પછી મોરબીનો વિકાસ થવો જોઈએ તેના કરતા મોરબી પાછળ જઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. મોરબીના ઝુલતા પુલને ફરી પાછો બનાવવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News