સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું છે અને શનિવાર તા ૭ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શિવ મંદિરથી રામધન આશ્રમ સુધી પહેલા રાત્રે ૮:૦૦ કલાકે શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. સંમેલનનો મુખ્ય સંદેશ હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહેરહેશે. આ તકે મુખ્ય વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ-સૌરાષ્ટ્ર પ્રાંત, RSS) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે. કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ભાણદેવજી મહારાજ, ભાવેશ્વરી માતાજી, દેવાનંદગિરી બાપુ, પૂર્ણપ્રકાશ સ્વામી, સરદમુનિ ઉદાસીન, જય દેવઆનંદ ગીરનારી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરાયું છે અને કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન-મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગરની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News