સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE











મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી જ ગ્રાહકોને અનાજ મળે છે તેમાં એક વ્યકિતને બદલે બે વ્યકિતના અંગુઠા રાખવામાં આવે તેવી અહિંના ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા રાજયના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીને કરવામાં આવેલ છે

મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા રાજયના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકીને લેખીત રજૂઆત કરીને જણાવાયેલ છે કે, રાજય સરકાર દ્રારા દિનદયાલ સસ્તા અનાજ ડીપો દ્વારા જરૂરીયાતમંદ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે અનાજ મળે છે.પરંતુ સરકાર તરફથી સૂચના છે કે જે વ્યકિત સસ્તા અનાજની દુકાનનો સંચાલક હોય તેનો અંગુઠો મારે ત્યાર બાદ જ ગ્રાહકને અનાજ મળે.જોકે ઘણીવાર પરિસ્થીતી એવી બને છે કે ક્યારેક લાઈટ ન હોય, કોમ્પ્યુટર ચાલે નહી, સંચાલકના ઘરે સારો કે માઠો પ્રસંગ બન્યો હોય તો સંચાલક આવી ન શકે તો ગ્રાહકોની લાઈન લાગે છે.લોકો ધંધા રોજગારનું રોજ પાડીને વસ્તુ લેવા આવે છે તેમણે વારંવાર ધક્કા ખાવાના ? જેના કારણે સરકારની સસ્તા અનાજની યોજનાનો હેતુ સફળ થતો નથી.તેવી ચર્ચા થાય છે.જો ગ્રાહકને સમયસર અનાજ આપવુ હોય તો સંચાલકના અંગુઠા સાથે બીજા જે કોઇ આસીસ્ટન્ટ હોય તેનો અંગુઠો ચલાવવો જોઈએ.જેથી કરીને ટેકનીકલ પ્રોબ્લેમને લીધે ઉભી થતી મુશ્કેલી દુર થાય અને ગ્રાહકોને અનાજ મળી રહે.એક ને બદલે બે જણાના અંગુઠાથી સરકારને કોઈ અસર થતી નથી ઉલ્ટાની પ્રજાની સગવડતા સચવાઈ છે. વધુમાં જણાવવાનું કે, સસ્તા અનાજના ડીપોના સંચાલકોના કમીશનનો પ્રશ્ન પડતર છે.એક સંચાલકને પોતાના કુટુંબનું ભરણપોષણ થાય તેટલું તો કમીશન મળવું જોઈએ ને ? જો ન મળે તો તે વિતરણમાં વ્યવસ્થીત ધ્યાન આપી શકે નહી.તેથી આ બે પ્રશ્નો માટે સરકારએ વિચારણા કરીને લોકોને સમયસર અનાજ મળા રહે તેવી પધ્ધતી વિકસાવવી જોઈએ તેમ લાલજીભાઇ મહેતાએ રજૂઆતમાં જણાવેલ છે.






Latest News