સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે


SHARE











મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માઁ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી આયોજીત નવમો સમૂહલગ્ન આગામી તા.૨૭-૪-૨૬ ને સોમવારે યોજાશે.

આ સમૂહલગ્નમાં હિન્દૂ સમાજની ૨૧ દીકરીઓ લગ્નગ્રંથીએ જોડાશે. સમૂહલગ્નમાં જોડાવવા સમૂહલગ્નના ફોર્મ તા.૧૦-૩-૨૬ સુધીમાં મંદિરેથી સાંજે ૪ થી ૬ માં મેળવી લેવાના રહેશે.માતા અથવા પિતા ગુમાવેલ તથા જરૂરીયાતમંદ પરિવારની દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા માટે મંદિરના ટ્રસ્ટી ધનુભા જાડેજા (મો.૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (મો.૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (મો.૯૫૭૪૫ ૩૬૫૦૫) તેમજ ધીરૂભા જાડેજા, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા અથવા ભાવેશભાઈ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.    #morbitoday






Latest News