સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના ઘુંટુ રોડ શ્રીનાથજી કાંટા પાસે રસના ચિચોડામાં હાથ આવી જતા ઈજા પામેલા મનોજ પપ્પુભાઈ કુમાર (ઉ.26) રહે. વીસી ફાટકનહ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો. જયારે વાવડી ગામે ગુરૂકૃપા સોસાયટી નારાયણ મંદિરની પાસે રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ઝાલરીયા (49)ને વાવડી રોડ સ્વામીનારાયણ મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

રાજકોટ ખસેડાયો

સામાકાંઠે માળીયા ફાટક ઓવરબ્રીજ ખાતે અજાણ્યા ગાડી વાળાએ હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા હરીરામ દશરથભાઈ (25) રહે.ઘુંટુ રોડને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયારે પાનેલી રોડ પાસે સર્વિસ રોડ ખાતે બાઈક ચાલકે હડફેટે લેતા વનરાજ રણજીતભાઈ સલાટ (11) રહે. રફાળેશ્ર્વરને સારવારમાં લઈ જવાયો હતો. માળીયા હાઈવે ટીંબડીના પાટીયા પાસે બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા અશોક રમેશભાઈ પરમાર (21) રહે. બાવરાની વાડી પ્રભુનગર વાવડી રોડને શિવમ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો. જયારે ધરમપુર રોડે કાર ચાલકે ટકકર મારતા સુનિલ પ્રભુભાઈ દહેડીયા રહે. ભીમસરને સારવાર માટે લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં

હળવદ રોડ નીચી માંડલ પાસે બાઈકમાં બેસાડીને મજુરને લઈ જતા સમયે ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થવાથી ભરત કરશનભાઈ બાંભણીયા રહે. 3-પાવન પાર્કને સારવાર માટે લઈ જવાયો હતો. તેમજ ગ્રીનચોક હવેલી શેરીમાં રહેતા દિલીપભાઈ વિરજીભાઈ ગોહેલ (50)ને ઘર પાસે બાઈક સ્લીપ થતા સારવાર માટે લઈ જવાયા હતા. જયારે સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક બાઈક સ્લીપ થઈ જતા જીતેન્દ્રભાઈ રસીકભાઈ પટેલ (46) રહે. રવાપર રોડને દવાખાને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માત

 મોરબી વાવડી રોડ સુમતીનાથનગર પાસે બાઈક સ્લીપ થતા નારાયણરામ સુથાર (39) રહે. મારૂતીનગર વાવડી સારવાર માટે આયુષમાં લઈ જવાયો હતો. મહેન્દ્રનગર ગામે રહેતો વિક્રમ શંકરભાઈ હળવદીયા (35) નામનો યુવાન બાઈક લઈને વાંકાનેર જતો હતો. ત્યારે વાંકાનેર પાસે અન્ય મોટર સાયકલ પાછળથી અથડાતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લતીપર નજીક બાઈક સ્લીપ થઈ જતા રમેશભાઈ દલાભાઈ ગણાવા (ઉ.36) રહે. ધોળકીયા તા.પડધરીને સારવાર માટે મોરબી લવાયા હતા. શનાળા રહેતા ઘનશ્યામ મોહનભાઈ દલવાડી નામના 50 વર્ષના આધેડનું બાઈક ગામ પાસે સ્લીપ થતા સારવાર માટે ઓમ હોસ્પિટલે લવાયા હતા. માળીયા (મીં) નવકાર ક્ધટેઈનર ખાતે ટ્રક ઉપરથી નીચે પડી જતા પ્રવિણભાઈ સુખાભાઈ ડાંગર (50) રહે. નવા નાગડાવાસને સારવારમાં લવાયા હતા. હળવદના ઘનશ્યામપુર અને ભલગામડાની વચ્ચે બાઈક ઢોર સાથે અથડાતા આનંદ મુકેશભાઈ ચારોલા (23) રહે. કવાડીયા તા.હળવદને સારવાર માટે મોરબી લવાયો હતો.






Latest News