માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે


SHARE







મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે

મોરબી જલારામ ધામ ખાતે કાલે તા 4 ન્બ રોજ અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને કાલે ધૂળેટીનો પર્વ હોવા છતાં કેમ્પ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ગુજરાતની નંબર 1 આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની તા. 4 ના રોજ શહેરના શ્રી જલારામ ધામ ખાતે યોજાશે. જે અંતર્ગત તા.3 ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયાનો સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.






Latest News