મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ


SHARE







મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય કલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી આવ્યા હતા જેથી તેનો સ્થળ પર જ ફૂડ શાખાએ નાશ કર્યો હતો. ફૂડ લાઇયસન્સનું રજીસ્ટ્રેશન ન કરનાર વેપારી તથા વધુ પડતી બેદરકારી રાખનાર 16 ખાણી પીણીના ધંધાર્થીને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના કુલ 24 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રવાપર રોડ, નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઈસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને હલરની સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં શ્રી ગુરુ કૃપા ચાઇનીઝમાંથી વાસી મનચ્યુરન મળી આવતા સ્થળ પર નાશ કરાયો તથા એકસપાયરી તારીખ જતી રહેલ ચાઈનીઝ સોસ નો સ્થળ પર નાશ કરાયો તથા સહારા ચાઈનીઝમાંથી વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોયા તેની ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર T.G.B માંથી એક્સપાયરી ડેટ વગરના માલ મળતા સ્થળ પર નષ્ટ કરાયો અને હરિઓમ ફરસાણમાંથી વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે આથી ખાણીપીણીન ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે. અનહાઇજેનિક અને વાસીખોરાકને ઉપયોગમાં ન લેવા, અખાધ કલરનો ઉપયોગ ન કરવા, પોતાની પેઢીને સ્વછ અને ફૂડ લાઈસન્સ ઓનલાઈન પ્રક્રિયાથી દરેક ખાણીપીણીના ધંધાર્થીએ મેળવી લેવાનું રહેશે.






Latest News