સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ


SHARE











મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ

મોરબીમાં મચ્છુ નદી પર પાડાપુલના સમારકામ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે વાંકાનેર-મોરબી વચ્ચેની ૬ ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ કરવામાં આવેલ છે અને ​વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબી ​કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી તથા નટરાજ ફાટક પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના કાર્યને લીધે વાંકાનેરમોરબી રેલખંડ પર ચાલતી ૬ ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ​સમારકામની કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોના ભારે ભારણ અને રેલ્વે ફાટક વારંવાર બંધ થવાને કારણે સામાન્ય જનતાને પડનારી સંભવિત મુશ્કેલીઓને ઘટાડવા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવાના ઉદ્દેશ્યથી રેલ પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. જનહિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી ૬ ડેમુ ટ્રેનોનું સંચાલન ૨૭ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ, ૨૦૨૬ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.






Latest News