મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપની ટિમ જાહેર થતાની સાથે જ ચુવાળીયા કોળી સમાજ નારાજ, આગેવાનોની બેઠક મળી: મહાસંમેલન યોજવાની તૈયારી


SHARE











મોરબી જિલ્લા ભાજપની ટિમ જાહેર થતાની સાથે જ ચુવાળીયા કોળી સમાજ નારાજ, આગેવાનોની બેઠક મળી: મહાસંમેલન યોજવાની તૈયારી

વાંકાનેરના ધમલપર ગામમાં આવેલ ગેલ માતાજીના મંદિરે ખાતે ચુવાળીયા કોળી સમાજના શહેરતાલુકાના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી જેમાં તાજેતરમાં મોરબી જીલ્લા ભાજપની ટિમ જાહેર કરવામાં આવી છે તેમાં હંમેશા ભાજપને વફાદાર રહેલ ચુવાળીયા કોળી સમાજની બહુમતી પ્રમાણે સંગઠનમાં પ્રતિનિધત્વ આપવામાં આવ્યું નથી જેથી સમાજના આગેવાનોમાં ભારે નારાજગી છે અને વાંકાનેર વિધાનસભામાં આશરે 60 હજારનું મતદાન ધરાવતા ચુવાળીયા કોળી કાયમીના માટે ભાજપ સાથે રહે છે પરંતુ જ્યારે પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે ક્યાંકને ક્યાંક ચુવાળીયા કોળી સમાજ સાથે અન્યાય થયો છે જેનો ભૂતકાળ પણ સાક્ષી છે અને તાજેતરમાં જે ટિમ જાહેર કરવામાં આવેલ છે તે તેનું તાજુ ઉદાહરણ છે. જેથી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની ઢુવા તથા પંચાસિયા  સીટ તેમજ હશનપર, જેતપરડા, ઢુવા, ચિત્રાખડા, માટેલ તાલુકા પંચાયતની સીટ પર સંપુર્ણપણે ચુવાળીયા કોળી સમાજ બહુમતી ધરાવે છે ઉપરાંત અન્યો સીટો પર સમાજના મતો નિર્ણાયક ભૂમિકામાં છે ત્યારે જે સીટો પણ ચુવાળીયા કોળી સમાજની પૂર્ણ બહુમતી છે તે સીટો પર ટિકિટ આપવામાં આવે તેમજ શહેરી વિસ્તારમાં પણ સારી એવી બહુમતી ધરાવતા સમાજને પાલિકામાં પણ ટિકિટ આપવામાં આવે ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પણ ચુવાળીયા કોળી સમાજની નિયુક્તિ કરવામાં આવે તેવી બેઠકમાં માંગ ઉઠી હતી આ ઉપરાંત આગામી દિવસોમાં ચુવાળીયા કોળી સમાજનું મહા સંમેલન યોજવાની ચર્ચા પણ બેઠકમાં કરી હતી. જો આ આગામી દિવસોમાં ચુવાળીયા કોળી સમાજની માંગોને ધ્યાને નહી લેવામાં આવે તો સમાજના આગેવાનો દ્વારા તાલુકામાં ગામડે ગામડે પ્રવાસ કરી સમાજ સાથે થયેલ અન્યાય અંગે સમાજને જાણ કરી સમાજના મંતવ્યો જાણી આગામી રણનીતિ ઘડી સમાજના ન્યાય માટેની લડત લડવાની તૈયારી કરવામાં આવશે. 

આ બેઠકમાં ભુવા પરસોતમભાઈ બાવરવા, ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ જયંતિભાઈ મદ્રેસાણીયા, મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રભુભાઈ વીંજવાડિયા, નગરપાલિકા પૂર્વપ્રમુખ દેવજીભાઈ કુણપરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય બચુભાઈ કુણપરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ અબાસાણીયા, પૂર્વ નગરપાલિકા ચેરમેન મયુર ઠાકોર, રાજનભાઈ ડૈણીયા પૂર્વ સરપંચ પાડધરા, વિજયભાઈ ઉકેડિયા સમથેરવા સરપંચ, રમેશભાઈ સારલા, હશનપર સરપંચ, હેમંતભાઈ કુણપરા પલાંસ સરપંચ, જીવરાજભાઇ સારલા ખાનપર સરપંચ, પૂર્વ સરપંચમાં સવજીભાઈ અબાસાણીયા ધમલપર, પ્રવિણભાઇ સરવાડીયા જાલી, મનસુખભાઈ સેટાણીયા વરડૂસર, ધનજીભાઈ દેત્રોજા પૂર્વ ઉપ સરપંચ ધમલપર, ભવાનભાઈ દેત્રોજા રજવડલા, જકસીભાઈ કુનતિયાં વરડુસર, મહેશભાઈ અઘારા રાજગઢ, લઘુભાઈ ધમલપર, મહેશભાઈ પલસાડી, જગદીશભાઈ સુરેલા, મંગાભાઈ ઉઘરેજા સહિતના આ ઉપસ્થિત રહ્યા હતા






Latest News