મોરબીમાં સગીરાનું અપહરણ,અકસ્માતના બનાવોમાં વૃધ્ધા, યુવાન, યુવતી સારવારમાં મોરબી મહારાણા પ્રતાપ સર્ક્લે બે બાઇક અથડાતા ત્રણ યુવાન અને નવલખી રોડે બોલેરો - એક્ટીવા અકસ્માતમાં બે યુવતી ઇજાગ્રસ્ત મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો ૧૨ માર્ચ સુધી રદ મોરબી જિલ્લા ભાજપની ટિમ જાહેર થતાની સાથે જ ચુવાળીયા કોળી સમાજ નારાજ, આગેવાનોની બેઠક મળી: મહાસંમેલન યોજવાની તૈયારી વાંકાનેરમાં દારૂની 24 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: 100 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો, માલ મંગાવનારની શોધખોળ હળવદના રણમલપુર ગામે વીજપોલ ઊભો નહીં કરવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દારૂની 24 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: 100 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો, માલ મંગાવનારની શોધખોળ


SHARE













વાંકાનેર તાલુકમાં દારૂની 24 બોટલ સાથે એક આરોપી પકડાયો, માલ આપનારની શોધખોળ: 100 લિટર દેશી દારૂ સાથે એક પકડાયો, માલ મંગાવનારની શોધખોળ

વાંકાનેરના માટેલ ગામે આવેલ વિકાસ રેસીડેન્સી પાસે ખુલ્લી ઓરડી દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની 24 બોટલ સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે જયારે માટેલ ગામની સીમમાં બ્રાવેટ કારખાના પાસેથી 100 લિટર દેશી દારૂ સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે અને માલ મંગાવનરનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માટેલ ગામે આવેલ વિકાસ રેસીડેન્સી પાસે ખુલ્લી ઓરડી નજીક દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 24 મોટી બોટલો મળી આવતા પોલીસે 26,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જયદીપસિંહ હરિશ્ચંદ્રસિંહ ઝાલા (24) રહે. મકનસર ગોકુલનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે અશોકભાઈ હીરાભાઈ ડાભી રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે જયારે વાંકાનેરના માટેલ ગામની સીમમાં બ્રાવેટ કારખાના પાસેથી બાઈક નંબર જીજે 36 બીએ 0362 લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 40,000 ની કિંમતનું વાહનમાં કુલ મળીને 60,000 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી રવિભાઈ દેવશીભાઈ કુકાવા (21) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર મળી આવેલ હોય પોલીસ તેની પૂછપરછ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ દારૂનો જથ્થો મંગાવનાર તરીકે લાભુભાઈ વેરભાઈ માથાસુરીયા રહે. માટેલ રોડ વિકાસ હોટલ પાછળ વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક બાળકિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી દારૂનો જથ્થો મંગાવનાર આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મદારની વાડી ખાતે રહેતા રમણીકભાઈ રૈયાભાઇ નકુમ (42) નું બાઈક નીલકંઠ મહાદેવ મંદિર પાસે સ્લીપ થયું હતું જેથી અકસ્માતના બનવામાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના બગથળા ગામે રહેતા હીનાબેન સતિષભાઈ સરડવા (44) નામના મહિલા બાઇકમાં બેસીને વાવડી ગામ પાસે આવેલ દશામાના મંદિર પાસેથી જઈ રહ્યા હતા ત્યારે બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં હીનાબેનને ઈજા થહોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ સાતોલા (25) નામનો યુવાન બાઇકમાં લાતી પ્લોટ શેરી નં-6 પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં જા પામેલ યુવાનને ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News