સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ 50 હજાર સામે 1.5 લાખ લીધા અને કાર પણ પડાવી લીધી !


SHARE











મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ 50 હજાર સામે 1.5 લાખ લીધા અને કાર પણ પડાવી લીધી !

મોરબીના શનાળા ગામે રહેતા યુવાને 10 દિવસ માટે 50 હજાર રૂપિયા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે તેણે પોતાની કાર ગીરવે મૂકી હતી જો કે, પૈસા પરત આપવા માટે યુવાન ગયો હતો ત્યારે તેની પાસેથી દોઢ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને યુવાનને તેની કાર પછી આપવામાં આવી ન હતી તેમજ યુવાન અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં ગઈકાલે પાટીદાર યુવા સેવા સંઘની આગેવાની હેઠળ ડીવાયએસપીને વ્યાજખોરિ, ગુંડાગીરી અને લુખ્ખાગીરી સહિતની બાબતોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સનાળા ગામે રહેતા અરવિંદભાઈ હરજીવનભાઈ પનારા (45એ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવામાં રહેતા ભરતભાઈ કાળુભાઈ ગોગરા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2022 માં તેઓએ દસેક દિવસ માટે 50,000 રૂપિયા આરોપી પાસેથી વ્યાજે લીધેલા હતા અને તેની સામે પોતાની એસેન્ટ કાર નંબર જીજે 1 કેએન 8225 ગીરવે મૂકી હતી જોકે, ફરિયાદી પૈસા પરત આપવા માટે ગયા ત્યારે તેની પાસેથી વ્યાજ સહિત કુલ દોઢ લાખ રૂપિયાની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને ફરિયાદીને તેની કાર પરત આપવામાં આવી હતી આટલું નહીં.પરંતુ ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News