મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ


SHARE











મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ

મોરબીમાં જાહેર રસ્તા ઉપર મંડપ નાખીને વેપાર કરતાં વેપારીઓ પાસેથી રાજકોટ મહાપાલિકા કરતાં પણ વધુ ચાર્જ લેવામાં આવે છે જેથી કરીને વેપારીઓ ઉપર આવો જુલમ કેમ કરવામાં આવે છે તેવા સવાલ સાથે શહેર કોંગ્રેસનાં પ્રમુખે કમિશનરને રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં જાહેર માર્ગ કે જાહેર માર્ગ પાસે આવેલ દુકાન ધરાવતા વેપારીઓ તહેવાર દરમ્યાન ૧૦ × ૧૦ ના સ્ટોલ સાથેના મંડપ ઊભા કરતાં હોય છે આવા વેપારીઓ પાસેથી એક દિવસ માટેનો ૨૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જો કે, રાજકોટ મહાપાલીકા દ્વારા આ રીતે મંડપ નાખે તે વેપારીઓ પાસેથી એક દિવસનો માત્ર ૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જેથી મોરબીના વેપારીઓ પાસેથી કેમ આટલું ચાર્જ લેવામાં આવે છે તે લેખિતમાં જણાવવા માટે કહ્યું છે અને અને મોરબીમાં રાજકોટથી પણ વધુ ચાર્જ કેમ લેવામાં આવે છે ? જેથી કરીને સ્પષ્ટતા કરીને મનપા દ્વારા ચાર્જનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News