મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ નાળિયાના કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલા રફાળેશ્વર ગામ પાસે કૈલાશ નળિયાના કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા ધનજીભાઈ દેવાભાઈ ધુમડા (43) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ કાનાભાઈ દેવાભાઈ ધુમડા (45) રહે. હાલ પ્રજાપતિ નળીયાના કારખાનામાં મકનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ એ.એચ.પરમાર ચલાવી રહ્યા છે.




Latest News