મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન


SHARE











મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન

મોરબીના રાજપર ખાનપર રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી અને જો જોતામાં આખો શેડ આગમાં ઝપેટમાં આવી ગયો હતો જેથી આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે કારખાનામાં પડેલો માલસામાન તથા સેડ મળીને અંદાજે 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું હાલમાં સામે આવ્યું છે.

મોરબી તાલુકાના રાજપર ખાનપર રોડ ઉપર આવેલ ઉન્નતી પ્લાસ્ટો નામના પ્લાસ્ટિકના કારખાનામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં કારખાનાનો આખો શેડ આની પેટમાં આવી ગયો હતો આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આગ વિકરાળ હોવાના કારણે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. હાલમાં આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ હોવાની માહિતી ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળી રહી છે જોકે કારખાનાના માલિક ચંદુભાઈ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, કારખાનાની અંદર અંદાજે 300 ટન જેટલો પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ મટીરીયલનો જથ્થો પડ્યો હતો તે સંપૂર્ણ બળીને ખા થઈ ગયો છે તથા કારખાનાના સેડમાં પણ નુકસાન થયું છે જેથી કરીને અંદાજે ત્રણ કરોડથી વધુ નુકસાન હોવાનું હાલમાં કારખાનેદાર જણાવી રહ્યા છે




Latest News