હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ


SHARE











મોરબીમાં વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ

મોરબી જિલ્લાના વાહન ચાલકો પોતાના વાહન માટે મનપસંદ ફેન્સીનંબર મેળવી શકે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મોરબી દ્વારા વિવિધ શ્રેણીના વાહનો માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, ફોર-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ GJ36BA, BC, AQ, AN, AM, AS અને ટુ-વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ, BB તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36X, GJ36V શ્રેણીના બાકી રહેતા પસંદગીના નંબર માટે આ હરાજી યોજાશે.

મોરબીમાં પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ભારત સરકારના પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ www.parivahan.gov.in/fancy પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશનનો પ્રારંભ તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ થશે, જે તા. ૦૧/૦૩/૨૦૨૬ના રોજ સુધી ચાલશે. બિડિંગની પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી તા. ૦૩/૦૩/૨૦૨૬ સુધી ઓનલાઇન ચાલુ રહેશે. અરજકર્તાઓએ હરાજીમાં નક્કી થયેલી બાકી રહેતી રકમ પરિણામ જાહેર થયાના દિવસથી પાંચ દિવસની અંદર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, ઓક્શનમાં ભાગ લેનારા તમામ અરજદારોએ વાહન ખરીદીના અસલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે તેમ મોરબી આર.ટી.ઓ. કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News