મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત


SHARE











મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત

મોરબીના શોભેશ્વરરોડ, નાની વાવડી, રાજપરરોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી  પ્રગતિ હેઠળ છે અને અંદાજિત 75 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે 

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં લોકોની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવનાર છે, મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતાં શોભેશ્વરરોડ, નાની વાવડી થી નંદીગઢ સુધી, રાજપરરોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલ અને મેન્ટેનસની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા અંદાજિત રૂ.75 કરોડના ખર્ચે  પૂર્ણ કરી આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

જેમાં શોભેશ્વર રોડ પર અંદાજિત 46 જેટલી જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટ કાર્યરત આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે, ઇલેક્ટ્રિક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન અને મેન્ટેનસ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, નાની વાવડી થી નંદીઘર સુધી સ્ટ્રીટ લાઇટ વિથ પોલ નાખવાની કામગીરી ઇલેક્ટ્રિક શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમજ રાજપર રોડ થી મોરબી મહાનગરપાલિકાની હદ સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. 

આગામી સમયમાં ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરી પૂર્ણ થયે રાજપર રોડ સહિતના વિસ્તારના લોકોની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થસે, જેથી અહીથી પસાર થતાં વાહન ચાલકોને પણ આવવા-જવામાં સરળતા રહેશે, મોરબી મહાનગરપાલિકા દ્વારા સતત વિકાસલક્ષી કર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં મોરબીના જૂન- નવા તમામ વિસ્તારોમાં આગામી સમયમાં ઇલેક્ટ્રિક શાખા દ્વારા મેન્ટેનન્સ કામગીરી અને નવી સ્ટ્રીટ લાઇટની કામગીરી પ્રગતિ હેઠળ છે.






Latest News