મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી


SHARE











મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી

મોરબી તાલુકાના નવી પીપળી ગામે મકાનને નિશાન બનાવીને અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને ઘરના દરવાજાના નકૂચાને તોડીને ઘરમાંથી રોકડા 5500 સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબી તાલુકાના નવી પીપળી ગામે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ કાલરીયા (36) એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તા 18/2 ના સવારે 10:30 થી 19/2 ના સવારે 4:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમનું મકાન બંધ હતું ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા તેમના મકાનને નિશાન બનાવવામાં આવેલ હતું અને ઘરમાં પ્રવેશ કરીને દરવાજાના નકૂચા તોડી નાખ્યા હતા અને ત્યાં ફ્રીજના કવરના ખાનામાં પડેલા રોકડા 5500 તથા અન્ય વસ્તુની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News