મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતિ સારવારમાં


SHARE











મોરબીના બેલા (આ) નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતિ સારવારમાં

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામ પાસે આવેલ બેઠા પુલીયા ઉપરથી યુવાન પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાન અને તેના પત્નીને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સાથે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ બેલા (આમરણ) ગામના રહેવાસી અને હાલમાં હળવદ જીઆઇડીસી માર્કેટ યાર્ડની પાછળ ઝૂંપડામાં રહેતા અવેશભાઈ નુરમામદભાઈ સોઢા (37)એ કાર નંબર જીજે 36 એપી 4307 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે બેલા આમરણ રોડ ઉપર આવેલા બેઠા પુલીયા ઉપરથી તેઓ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તેના બાઈક ઉપર તેના પત્ની પણ તેઓની સાથે બેઠેલા હતા દરમિયાન કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને તેના પત્નીને પણ ઇજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના બગથળા ગામે રહેતા શિવલાલભાઈ પ્રભુભાઈ કાનજીભાઈ (૬૬) માણેકવાડાના રસ્તે બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા ઇજા પામ્યા હતા અને તેઓ સાથે રહેલ ભાણજીભાઈ રાઘવજીભાઈ ફુલતરીયા (૬૬) તથા અર્પણ અનિલભાઈ ફુલતરીયા (૦૮) ને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા કંડલા બાયપાસ ખાતે કામઘેનુ નજીક મહાવીરનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઇ જગદીશભાઇ કણજારિયા (૩૨) ને ઝઘડો મારામારી થતાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે માળીયા મીંયાણા-મોટી બરાર વચ્ચે અકસ્માત થતા આશુતોષ શ્રીકાંતભાઈ નાગરકર (૨૪) રહે.પુના મહારાષ્ટ્રને ઇજા પહોંચી હોય અહિંની સિવિલે સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

સારવારમાં
મોરબીના કુંભારિયા ગામે રહેતો સંજય સુંદરસિંહ માવી નામનો ૨૫ વર્ષનો યુવાન મોટી બરાર અને સરવળ ગામ વચ્ચેથી બાઈકમાં પસાર થતો હતો.ત્યારે રસ્તામાં ટ્રેલર ચાલકે તેને પાછળથી હડફેટે લેતા વાહન અકસ્માતમાં ઇજા પામતા સંજયભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના કવાડિયા ગામે રહેતા હાર્દિક વિષ્ણુભાઈ બાવળીયા નામના ચાર વર્ષના બાળકએ કાંતિભાઈની વાડીએ ભૂલથી દવા પીવાઇ જતા સારવાર માટે મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.






Latest News