મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં પડી ગયા બાદ મજૂર યુવાનનું મોત


SHARE











મોરબીમાં સિરામિક યુનિટમાં પડી ગયા બાદ મજૂર યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતો પરપ્રાંતિય મજુર યુવાન ગતરાત્રીના કોઈ કારણોસર કામ દરમિયાન યુનિટમાં પડી ગયો હતો અને જેથી તેનું મોત નિપજતા મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ પર આવેલા બીટા સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો રાધેશ્યામ મુલચંદભાઇ બગાનીયા (ઉમર ૪૩) નામનો યુવાન ગઈકાલ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં યુનિટમાં કોઈ કારણોસર પડી જતાં તેનું બેભાન હાલતમાં જ મોત નિપજ્યુ હતું.જેથી મૃતદેહને પીએમ માટે મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ તપાસ હાથ ધરીને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.અંતે હાર્ટ એટેકના લીધે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક રહેતા પ્રકાશ ચંદ્રકાંતભાઈ ઠાકર નામનો ૩૮ વર્ષીય યુવાન રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા ક્લોક નજીકથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં પ્રકાશ ઠાકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો.જ્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા હર્ષદ બાબુભાઈ મકવાણા નામના ૪૧ વર્ષીય યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાનાં ધણાદ ગામે રહેતો લાલાભાઇ રૈયાભાઈ દેવીપુજક નામનો ૪૧ વર્ષીય યુવાન ગામ નજીક પોતાની વાડીએ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં બાઈક આડે અચાનક કુતરુ ઉતરતા તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઇ ભીખાભાઇ ઉચાણા નામના ૩૨ વર્ષીય યુવાનને વાંકાનેર હાઇવે ઉપર વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માં નહીં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.






Latest News