મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે આહીર સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં આગામી રવિવારે આહીર સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી રવિવારના રોજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો તેમજ શ્રેષ્ઠીઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી તા.૨૬ ને રવિવારે બપોરે દોઢ વાગ્યે મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવશે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્વ. શીતલબેન રાહુલભાઈ બાલાસરાના સ્મરણાર્થે અરવિંદભાઈ ચાવડાના સૌજન્યથી ૧૨ માં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રામબાઈ માંની જગ્યા-વવાણીયાના મહંત જગન્નાથ મહારાજના હસ્તે કરવામાં આવશે. અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંત્રી ચંદુભાઈ હુંબલ, વક્તા તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગના જયશ્રીબેન જરુ અને સિનિયર એડવોકેટ વી. એચ. કનારા, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઇલાબેન ચૌહાણ, સ્ટેટ જી.એસ.ટી.ના આસિસ્ટન્ટ કમિશ્નર નિર્મલભાઈ ગોગરા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના હાજર રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને મંત્રી મયુરભાઈ ગજીયા અને પ્રમુખ અજયભાઇ ડાંગર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News