મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર, માળીયા મીયાણા અને ટંકારામાં ત્રણ જગ્યાએ દારૂની રેડ: આરોપીઓ સાથે 34 બોટલ દારૂ કબ્જે


SHARE







વાંકાનેર, માળીયા મીયાણા અને ટંકારામાં ત્રણ જગ્યાએ દારૂની રેડ: આરોપીઓ સાથે 34 બોટલ દારૂ કબ્જે

વાંકાનેર, માળીયા મીયાણા અને ટંકારામાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે દારૂની કુલ મળીને 34 બોટલ કબ્જે કરવામાં આવી હતી અને આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં નવાપરાના પુલના છેડા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી તથા ઇંગલિશ દારૂની ફ્રુટી 12 નંગ મળી આવતા પોલીસે કુલ મળીને ₹6,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા (45) રહે. સ્વપ્ન લોક સોસાયટી મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

માળીયા મીયાણામાં માસુમશાપીરની દરગાહ પાસેથી પસાર થઇ રહેલા બાઇક નંબર જીજે 3 એનએમ 0847 ને રોકીને બાઈક ઉપર જઇ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે 2018 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહનમાં કુલ મળીને 32,058 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી સિરાજભાઈ ઈકબાલભાઈ જેડા (28) રહે. ભાડ વિસ્તાર માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ટંકારા ટેલીફોન એક્સચેન્જ સામે રોડ ઉપર આવેલ પડતર જીન પાસે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 16 બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સમીરભાઈ અજીતભાઈ સાંજી (23) રહે મૂંગનાવાસ ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

બીમારી સબબ મોત

વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે લુણસર રોડ ઉપર ભોજપરા ગામની સીમમાં રહેતા લાખાભાઈ રામભાઈ ગઢવી (85) નામના વૃદ્ધને બીમારી સબબ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News