મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨3 મી ડિસેમ્બરે યોજાશે


SHARE











મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨3 મી ડિસેમ્બરે યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો અંગેની અરજી ૨૦મી ડિસેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૧ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૩-૧૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૨૦મી ડિસેમ્બર સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીના વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.

જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ-પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.


અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે.સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન ધ્યાને લેવાશે નહી. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબંધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિઘુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા જણાવાયું છે.






Latest News