ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટએ કામ સબબ ગયેલ યુવાન એકટીવા મૂકીને ગુમ, શોધખોળ શરૂ


SHARE











મોરબીની રવાપર ચોકડી કેપિટલ માર્કેટએ કામ સબબ ગયેલ યુવાન એકટીવા મૂકીને ગુમ, શોધખોળ શરૂ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે બેંકના કામસર ગયા બાદ ત્યાં એકટીવા મૂકીને યુવાન ગુમ થઈ ગયો છે.જે અંગે તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને યુવાનની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા કાનજીભાઈ મંગાભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૫૦) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે, તેમનો દીકરો ખુશાલભાઇ કાનજીભાઈ સોલંકી (ઉમર ૨૫) રહે.રોહીદાસપરા વીસીપરા મોરબી ગત તા.૧૦ ડિસેમ્બરના બપોરના ૧૧ વાગ્યાના અરસામાં બેંકના કામસર રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ નજીક ગયો હતો અને ત્યાં તેનું એકટીવા મૂકીને કોઈ કારણોસર ક્યાંક ગુમ થઈ ગયેલ છે.જેની ઘરમળે શોધખોળ કરવા છતાં ખુશાલની ભાળ મળી આવેલ નથી.હાલ પોલીસ દ્વારા આ બાબતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે અને ગુમ થયેલા ખુશાલ સોલંકીની પોલીસ દ્વારા આગળ શોધખોળ શરૂ કરાયેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ બ્લેકબેરી સીરામીક પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ત્યાં રહેતા રાજુ રામચંદ્ર નામના ત્રીસ વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત થયેલ હોય તેને સારવાર માટે અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાનના રસ્તે આવેલ એડોન સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના તુલસાબેન રાજમલભાઈ માલવી નામની ૧૭ વર્ષીય સગીરા તેના લેબર કવાટર ખાતે ગળેફાંસો ખાઈ ગઇ હતી.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ દ્વારા જણાવાયા મુજબ પિતા દ્વારા વધુ પ્રમાણમાં મોબાઇલ ચલાવવાની ના પાડી હોય તે બાબતનું મનમાં લાગી આવતા તુલસાબેન માલવીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામ પાસે આવેલ ટાઇલ્સના કારખાનામાં કોઈ કારણોસર ઝઘડો થયા બાદ સામેવાળાએ માથાના ભાગે સળીયો મારી દેતા બિંદુબવઇ સકલભાઇ પાસવાન (૩૬) ને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સેવા સદન પાસેની ધર્મ સિદ્ધિ સોસાયટી નજીક બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં યોગેન્દ્રભાઈ પ્રેમાનંદ પુરોહિત (૪૬) રહે.હરિઓમ એપાર્ટમેન્ટ મોરબી ને ઈજાઓ થઈ હોય તેને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં દેવાનંદ તિવારી (૩૦) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠેને ગંભીર ઇજાઓ થઈ હોય વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.મોરબી તાલુકાના નવાગામ અને લીલાપર ગામ વચ્ચે આવેલ આજવીટો સિરામિક પાસે મારામારીના બનાવમાં ઈજા પામેલા સુનિલ ભરતભાઈ વરાણીયા (૨૪) રહે.લીલાપર રોડ નવાગામને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News