હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી નાખનારા પ્રેમીને આજીવન કેદની સજા: 35 હજારનો દંડ


SHARE









વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી નાખનારા પ્રેમીને આજીવન કેદની સજા: 35 હજારનો દંડ

વાંકાનેરમાં પરિણીતાને તેના પ્રેમીએ પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા માટે આવવા કહ્યું હતું જો કે, પરિણીતાએ ના પડી હતી જેથી કરીને પરિણીતાને તેના પ્રેમીએ કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી અને તે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 35 હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની મળતી માહિતી મુજબ તા 13/9/2014 ના રોજ વાંકાનેરના રહેવાસી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર નામની પરિણીતાએ તેના પ્રેમી આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેને આરોપી શીવાભાઈ ભાટી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો અને શીવાભાઈ ભાટીએ ફરિયાદીને તેના પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા માટે આવવા કહ્યું હતું જો કે, ફરિયાદી ના પાડી હતી જેથી શીવાભાઈ ભાટીએ ફરિયાદીને ગાળો આપીને જો તું મારી નહિ થાય તો તારા પતિની પણ નહિ થવા દઉં તેવું કહીને ફરિયાદીની માથે કેરોસીન છાંટીને કાંડી ચાંપી દીધી હતી જેથી કરીને ફરિયાદી ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો આ કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલી દલીલો તેમજ રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે અને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 35 હજારનો દંડ કર્યો છે.




Latest News