હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

સાંસદ ખેલ મહોત્સવ: ભુજના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર-યોગ સ્પર્ધા યોજાઇ


SHARE









સાંસદ ખેલ મહોત્સવ: ભુજના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર-યોગ સ્પર્ધા યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ શહેરના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર અને યોગ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્પર્ધાને શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિર્ણાયકઓ નરેન્દ્રભાઈ ચોધરી, વંદનાબેન સરાઓગી, વિરલભાઈ આહીર, શૈલેશભાઈ સુંડા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રવિભાઈ ગરવા, રાજેશભાઈ ગોર, પારૂલબેન કારા, જયંતભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગરહસ્મીતાબેન ગોર, આશીકાબેન ભટ્ટ, રચનાબેન શાહ, પલ્લવીબેન ઉપાધ્યાય, બીન્દીબેન ભાટ્ટી, કૃપાબેન જોશી, વેદાંશીબેન  શેઠ, મોશમી શેઠ, શર્મીલાબેન પટેલ, અશોકભાઈ હાથી, મોહનભાઈ ચાવડા, નરેશભાઈ મહેશ્વરી, જયંતભાઈ માધાપરિયા, અનિલભાઈ છાત્રાડા, સંજભાઈ ઠક્કર, હિતેશભાઈ ખંડોલ, દાદુભાઈ ચોહાણ, નીલેશભાઈ દાફડા,  વિષ્ણુભાઈ ચોધરી, કુલદીપસિંહ જાડેજા, ડી.એલ. ડાકી ઉપસ્થિત રહ્યા હતા.




Latest News