હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા યુવાનનું ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યાવહી કરવામાં આવેલ છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા (35) નામનો યુવાન પોતે પોતાને ઘરે હતો ત્યારે કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ગૌતમભાઈ ચાવડા પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની તપાસ કરી રહેલા સતિશભાઈ ગરચર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા સાંતલપુર ખાતે રેલ્વેમાં નોકરી કરતાં હતા અને તેઓ મોરબી આવ્યા હતા દરમ્યાન તેનું તેના ઘરે મોત નીપજયું છે અને આ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયું હોવાનું હાલમાં ડોક્ટરે જણાવ્યુ છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News