મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વદેશી અભિયાન અન્વયે સશક્ત નારી મેળાનું આયોજનઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા ઉદ્ઘાટન કરાશે  


SHARE







મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વદેશી અભિયાન અન્વયે સશક્ત નારી મેળાનું આયોજનઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા ઉદ્ઘાટન કરાશે  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે મહિલાઓ પગભર બને અને સાથે સાથે દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદી જીવનમાં સ્થાનિક અને ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે

વડાપ્રધાનના આ વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો દેશમાં થઈ રહ્યા છે. તેની સાથે સાથે ગુજરાતમાં પણ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને મહિલા લક્ષી ઉદ્યોગો તેમજ કામગીરીને વધુ ઉત્તેજન મળે તેવા હેતુથી રાજ્યભરમાં સશક્તનારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં પણ મહિલા નેતૃત્વનો વિકાસ થાય ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને સવિશેષ પ્રદર્શિત કરી શકાય તેવા સરકારના ઉમદા આશય સાથે તા.૧૯ થી ૨૧ દરમિયાન ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોરબી ખાતે સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદધાટન તા.૧૯ ના સવારે ૧૦ કલાકે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા દ્વારા કરાશે.

મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સશક્ત નારી મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદીયો ડ્રોન દીદીઓ જૂથો મહિલા ખેડૂતો સહકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકોનો પાયાના સ્તરે વિકાસ કરી શકાય, તેમની સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળો મહિલાઓને સશક્ત બનાવવા સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરશે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજિત આ સશક્ત નારી મેળાનો વધુને વધુ લાભ લઇ મહિલા કારીગરોના રોજગારી સર્જન તેમજ તેમના આર્થિક ઉત્કર્ષમાં સહભાગી બનવા મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અને મેળાના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ ડીડીઓ શૈલેન્દ્ર ભટ્ટના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં સ્ટોલની ફાળવણી, પીવાના પાણી, સ્વચ્છતા, સખી મંડળની બહેનોના રહેઠાણ-ભોજનની વ્યવસ્થા વગેરેની ચર્ચા કરવામાં આવી હતી.






Latest News