મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

હળવદમાં કેન્સરની બીમારીથી કંટાળી ગયેલ યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







































હળવદમાં કેન્સરની બીમારીથી કંટાળી ગયેલ યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

હળવદમાં આવેલ મામાના ચોરા પાસે રહેતા યુવાને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેન્સરની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટેની મૃતકના પરિવારજનો હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાં આવેલ મામાના ચોરા પાસે રહેતા ભાવિકભાઈ નવીનચંદ્ર ચૌહાણ (34)એ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન ગોપાલભાઈ ઉર્ફે ગીરીશભાઈ બચુભાઈ ચૌહાણ (56) રહે. શિવ બંગ્લોઝ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને કેન્સરની બીમારી હોય તે બીમારીથી કંટાળી ગયેલ હતો અને તેણે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.

વરલી જુગાર

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાના સામેના ભાગમાં વરલી જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ઈરફાનભાઇ સલીમભાઈ માલાણી (19) રહે. ઉમા ટાઉનશીપ સામે મફતીયાપરા વિસ્તારમાં મોરબી વાળો મળી આવતા પોલીસે 380 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
















Latest News