મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સુપર કેરી ગાડીના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







મોરબીમાં સુપર કેરી ગાડીના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર પાસેથી યુવાન પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન મારુતિ સુપર કેરી ગાડીના ચાલકે તેને હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી વાહન ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ માળિયા તાલુકાના મોટા દહિસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં ખોડીયાર માતાજીના મંદિર વાળી શેરીમાં રહેતા દેવરાજભાઈ દિનેશભાઈ ઇન્દરિયા (21)એ મારુતિ સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 7294 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા દિનેશભાઈ ગોવિંદભાઈ ઇન્દરિયા (45) ધરમપુર રોડ ઉપર લાભનગર પાસે પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન આરોપીએ તેનું વાહન બેફિકરાયથી ચલાવીને ફરિયાદીના પિતાને હડફેટે લીધા હતા જેથી તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને વાહન ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મહિલા સારવારમાં
મોરબીના રણછોડનગર પાસે આવેલ નિધિ પાર્ક સોસાયટીમાં રહેતા નગ્માબેન ફિરોજભાઈ લંઘા નામની ૨૯ વર્ષની મહિલાને રાત્રિના દસેક વાગ્યે બે અજાણ્યા ઈસમો દ્વારા માથાના ભાગે માર મારવામાં આવ્યો હોય નગ્માબેનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા તપાસ કરાઈ હતી.જ્યારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતા મનીષભાઇ શામજીભાઈ શેરસિયા (૪૩) રહે.નાની વાવડીને ઇજા પામેલ હાલતમાં દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના નવલખી ફાટક રોકડિયા હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થવાથી અયુબ કટિયા (૨૭) રહે. નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ પાસેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News