મોરબીમાં સુપર કેરી ગાડીના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
મોરબીમાં વધુ 4 શખ્સોની સામે 38.42 લાખનો સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં વધુ 4 શખ્સોની સામે 38.42 લાખનો સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો
મોરબીમાં રહેતા અલગ અલગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડીથી 38.42 લાખથી વધુની રકમ મેળવવામાં આવી હતી અને ત્યારબાદ તેને ચેક અથવા એટીએમથી વિડ્રો કરી આંગડિયા મારફતે મોકલી આપીને સગેવગે કરી હતી જેથી કરીને હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
સમગ્ર ભારતદેશની અંદર મ્યુલ એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડ અને છેતરપિંડીના નાણા મંગાવીને તેને સગેવગે કરવામાં આવતા હોય છે તેવું ધ્યાન પર આવ્યા બાદ ધડાધડ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયદીપપુરી કિશોરપૂરી ગોસ્વામી રહે. સીરામીક સીટી અવધ પેલેસ ફ્લેટ નંબર 703 લાલપર, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુઝા રહે. બોરીચાવાસ મોરબી હાલ રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી સનાળા બાયપાસ મોરબી, ભરતભાઈ પરમાર રહે, ઘુનડા (સજનપર) ટંકારા તથા અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા રહે. મોરબી અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે અભિષેકસિંહ જાડેજા દ્વારા લાગતા વળગતાઓ સાથે મીલાપીપણું કરીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને નાણાં મેળવવામાં આવ્યા હતા અને તે નાણા જયદીપપુરી, આર્યમન અને ભરતભાઈના બેન્ક એકાઉન્ટમાં આવ્યા હતા અને તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપીને તેના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલ મળીને 38,42,650 મેળવી લીધા બાદ તેને ચેક કે એટીએમથી વિડ્રો કરીને આંગડિયા મારફતે મોકલાવીને સગે વગે કરવામાં આવેલ છે જેથી હાલમાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.