મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનિંગ યોજાઈ


SHARE







ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનિંગ યોજાઈ

મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીના જિલ્લા અને તાલુકામાં ચાલી રહેલ યોગ ટ્રેનર અને કોચ દ્વારા ચાલતા ક્લાસમાં કંઈક નવીનતાનો ઉમેરો થાય તે તેમજ તેમના જ્ઞાન કૌશલમાં વધારો થાય તે હેતુથી યોગ બોર્ડ દ્વારા એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં  મોરબી જિલ્લા અને તાલુકાના દરેક કોચ અને ટ્રેનર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગને વધારે ઉત્સાહભેર બનાવવા માટે મોરબીના આયુર્વેદિક હોસ્પિટલના ડૉ.ખ્યાતિબેન દ્વારા આયુર્વેદ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. જ્યારે પતંજલિના મહિલા પ્રભારી શ્રી ભારતીબેન દ્વારા યોગનું મહત્વ અને યોગ દ્વારા સેવા ભાવ સમજાવવામાં આવ્યો હતો.  યોગબોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી દ્વારા યોગ બોર્ડના નિયમો અને યોગના અભ્યાસક્રમમાં આગળ કઈ રીતે વધી શકાય તે બાબતે સમજણ આપવામાં આવી તથા જિલ્લા કો-ઓર્ડીનેટર દેવાંશ્રીબેન દ્વારા અભ્યાસક્રમના દરેક પ્રેક્ટીકલ આસનો અને પ્રાણાયામ તથા ધ્યાન વિશે માહિતી આપવામાં આવી હતી. યોગ બોર્ડના ટ્રેનર્સ દ્વારા નેચરોપથીની સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં યોગ બોર્ડના કોચ જીગ્નેશભાઈ, દિપાલીબેન, વૈશાલીબેન તથા પૂજાબેનએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત  ઉઠાવી હતી તથા યોગ ટ્રેનર દેવાંશીબેન ત્થા મયુરભાઈ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.






Latest News