મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે નશાબંધી ખાતા દ્રારા વ્યસનમુક્તિ અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે નશાબંધી ખાતા દ્રારા વ્યસનમુક્તિ અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ આયોજિત નશાબંધી પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિએ જ જીવનની સાચી શક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાની  મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ આયોજિત નશાબંધી પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિએ જ સાચું જીવન વિષય પર વક્તૃત્વ સ્પર્ધાની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નશાબંધીથી નવજીવન, નશો એ જ નાશનું મૂળ છે અને વ્યસનમુક્તિ એ જ  જીવનની સાચી શક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. 

વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે વંશિકા ખડોલા, દ્વિતીય નંબરે હિરાલી પરમાર  અને  ત્રીજા નંબરે આરાધના ચાવડા વિજેતા થયેલ છે.તમામ સ્પર્ધકોને નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ ઇનામો આપવામાં આવેલ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી તમામ ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમની તમામ વ્યવસ્થા ભરતભાઈ વિડજા આચાર્ય મોડેલ સ્કૂલ મોટીબરાર અને તેમની શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઇ વિડજા અને મોડેલ સ્કૂલના તમામ શિક્ષકોએ ખૂબ સહયોગ અને સહકાર આપેલ હતો. 

આ કાર્યક્રમને શુભેચ્છા આપવા માટે અને સફળ બનાવવા માટે નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના નશાબંધી નિયોજક એસ.એન.ચાનપુરા, નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના પીએસઆઇ વિજય ચૌહાણ અને નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને એસ.એન.ચાનપુરા દ્વારા વ્યસનમુક્તિ અંગે જાગૃત કર્યા અને દીકરી વ્હાલનો દરિયોએ વિષય પર ખૂબ સુંદર વક્તવ્ય આપવામાં આવેલ હતું અને તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. અંતે આભારવિધિ પીએસઆઇ વિજય ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ડી.એસ. ગરાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

 






Latest News