મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારામાં ચૂંટણી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ


SHARE







ટંકારામાં ચૂંટણી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ

ટંકારા ગામ પંચાયતની ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય પુર્વક મતદારો પોતાનો અધિકાર ભોગવે અને શાંતિ સલામતી અને સુરક્ષા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી 

ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા, મેઈન બજાર, દયાનંદ સરસ્વતી ચોક દવાખાના રોડ, નગરનાકા, સોસાયટી વિસ્તાર સહિતના મહોલ્લામાં  ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બી. ડી. પરમાર, મહિલા ફોજદાર ગોંડલિયા બેન પોલીસ જમાદાર અને સ્ટાફ સાથે જીઆરડી હોમગાર્ડના ૧૦૦ જેટલા જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. તદ્ઉપરાંત,નાઈટ પેટ્રોલીંગ અને નવા પોઇન્ટનો વધારો કર્યો છે. જેના કારણે ચોરી અને આવારા તત્વોમાં ફફડાટ છે કે શુ? અને શહેરીજનો સંતોષ છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરી હતી સાથે ટંકારામા શાંતિ અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે તેનો અહેસાસ પણ કરાવ્યો હતો. અંતમાં તમામ મતદારો તેનો મતાધિકારનો ઉપયોગ નિર્ભય રીતે કરે એવી અપિલ કરી હતી.




Latest News