મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ અને રફાળેશ્વરમાં મારામારીમાં ઘવાયેલ છ લોકો સારવારમાં


SHARE











મોરબીના ધુળકોટ અને રફાળેશ્વરમાં મારામારીમાં ઘવાયેલ છ લોકો સારવારમાં

મોરબી તાલુકાના ધુળકોટ ગામે થયેલી મારામારીમાં પિતા-પુત્રને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. જયારે વાંકાનેર હાઈવે રફાળેશ્વર ગામે સિરામીક યુનીટ પાસે મારામારીમાં ચારને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.

 ધુળકોટ ગામે થયેલી મારામારીમાં ઈજા થતા અરવિંદભાઈ વશરામભાઈ પરમાર (36) અને આદિત્ય અરવિંદભાઈ પરમાર (16) રહે. ધુળકોટને ઈજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. તાલુકા પોલીસ મથકના એચ.એમ. ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જયારે મારામારીનો બીજો બનાવ મોરબી-વાંકાનેર હાઈવે રફાળેશ્વર ગામે બન્યો હતો.જેમાં ત્યાં આવેલ વેન્ટો સીરામીકના પાસે થયેલ મારામારીમાં ઈજાઓ થતા દિપક મંગીલાલ દેવદાણી (14) રહે. વીસીપરા મોરબી, રાજ રાજુભાઈ (23) રહે. પાડાપુલ પાસે, મોરબી-2, ભાયુ મંગલસિંહ ભુરીયા (25) રહે. રફાળેશ્વર અને મયુર મોતીભાઈ સુસરા (26) રહે. વીસીપરાને ઈજાઓ થતા ચારેયને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હોય પોલીસે નોંધ કરી છે. જેની આગળની તપાસ એ.એચ. પરમાર ચલાવી રહ્યા છે.

અમદાવાદ પોલીસની કાર્યવાહી
 અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપીંડી તથા આઈટી એકટ મુજબ નોંધાયેલ ગુનામાં ત્યાંના હેડ કોન્સ. દિનેશ ભલાભાઈ મોરબી આવ્યા હતા અને અહીંના માળીયા ફાટક ખાતેથી જીજ્ઞેશ ભીખુભાઈ ટાટમીયા આહિર (27) રહે. રામજી મંદિર વાળી શેરી લાલપર તા.જી. મોરબીને હસ્તગત કર્યો હતો અને તપાસ-પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત
 મોરબી-વાંકાનેર હાઈવે બંધુનગર ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા અજયકુમાર રૂજીતસિંગ રેખપાલ (35) રહે. ઢુવા તા.વાંકાનેરને ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો. જયારે રંગપરની સિમમાં થયેલી મારામારીમાં ઈજાઓ થતા સુનિતાબેન મનોજભાઈ સાલાણી (35)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.

હળવદના વેગડવાવ ગામે બાઈકની આડે અચાનક જ કુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ધીરજલાલ ભવાનભાઈ થડોદા (66) અને કાંતાબેન ધીરજલાલ (60) રહે. બંને રણમલપુરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા તેમજ સામાકાંઠે ગુ.હા. બોર્ડમાં રહેતા વસંતબા ભુપતસિંહ ઝાલા (64) બાઈક પાછળ બેસીને મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા ડાબા પગે ઈજા થતા અત્રેની આયુષમાં ખસેડાયા હતા.મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસેના આવાસ યોજનાના કવાટરમાં રહેતા સંગીતાબેન જીજ્ઞેશભાઈ ગૌસ્વામી નામના 33 વર્ષીય મહિલા કોઈ કારણસર ફિનાઈલ પી જતા સિવિલે સારવાર માટે લવાયા હતા.






Latest News