મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિશાલનગર અને સુલતાનપુર વચ્ચે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત


SHARE













માળીયા (મી)ના વિશાલનગર અને સુલતાનપુર વચ્ચે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત

માળીયા મિયાણાં તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર ગામ વચ્ચે આવેલ કોઝ વે ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન છકડો રીક્ષામાં લાકડા ભરીને સામેથી આવી રહ્યા હતા અને રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની આંખ ફૂટી ગઈ હતી અને તેને કપાળ, છાતી અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હાલમાં છકડો રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મિયાણાં તાલુકાના ચીખલી ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા જુગાભાઈ અવચરભાઈ પરસુંડા (60)એ છકડો રીક્ષા નંબર જીજે 4 એયું 4941 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા મીયાણા તાલુકાના વિશાલનગર થી સુલતાનપુર ગામ વચ્ચેના કોઝવે રોડ ઉપરથી તેનો દીકરો સાગર બાઈક નંબર જીજે 36 એએમ 1548 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી તેની છકડો રીક્ષા લઈને સામેથી આવી રહ્યો હતો અને દરમિયાન સામસામે રિક્ષાને બાઇક અથડાતા ફરિયાદીના દીકરા સાગરની એક આંખ ફૂટી ગઈ હતી અને કપાળ, છાતી તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છકડો રીક્ષાના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News